<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નિવૃત અધિક કલેકટર અનસુયાબેન જહાનો જન્‍મદિન

હાલ સાબરમતી રીવરફ્રન્‍ટ કોર્પોરેશનમાં કાર્યરત

રાજકોટઃ નિવૃત અધિક કલેકટર શ્રી મતી અનસુયાબેન જહાનો જન્‍મ તા.૩૦ એપ્રિલ ૧૯૬૭ ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સચિવાલયના કલાર્ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરીને નિવાસી અધિક કલેકટર પદ સુધી પહોંચેલા અનસુયાબેન ૩૯ વર્ષની સરકારી સેવા બાદ ગયા વર્ષે વલસાડના નિવાસી અધિક કલેકટર પદેથી નિવૃત થયા હતા. તેણીએ ભૂતકાળમાં દાહોદ જિલ્લાના ગરબાડામાં સાબરકાંઠા પંથકના મોડાસામાં , આણંદના ઉમરેઠમાં અને અમદાવાદ શહેરમાં મામલતદાર તરીકે તેમજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી, મેરીટાઇમ બોર્ડમાં તથા અમદાવાદ પૂર્વમાં પ્રાંત અધિકારી તરીકે  ફરજ બજાવેલ નિવૃતી પછી હાલ સાબરમતી રીવરફ્રન્‍ટ કોર્પોરેશન લિ.માં જનરલ મેનેજર (આયોજન અને વિકાસ) તરીકે સેવા આપી રહયા છે. મો. ૮૯૮૦૯ ૮૮૯૮૯ અમદાવાદ 

(2:34 PM IST)