તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 30th April 2026
શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઇનો આજે જન્મદિવસ

રાજકોટ : રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનથી માંડી સામાન્ય કાર્યકરનો અવાજ વિવિધ સમારંભોમાં છેવાડાના શ્રોતા સુધી પહોંચાડનાર ગુજરાતમાં સાઉન્ડ સીસ્ટમના નિષ્ણાંત રાજકોટના શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઈ ચુનીભાઈ શીંગાળાનો આજે જન્મદિન છે તેઓ જીવનના ૭૪ માં વર્ષમાં પ્રગતિ સાથે મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તા.૩૦-૪-૫૧ના જન્મેલા જગદીશભાઈ શીંગાળાની સાઉન્ડ સીસ્ટમનો દેશના તમામ રાજકીય પક્ષોના મોટા ભાગના રાષ્ટ્રીય નેતાઓથી માંડી સ્થાનીક અગ્રણીઓ અને કાર્યકરો તેમજ સામાજીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓએ લાભ લીધો છે. તેઓને (મો. ૯૭૨૭૩ ૯૯૯૯૯) મિત્રો શુભેચ્છકો ઠેરઠેરથી અભિનંદન પાઠવી રહ્યા છે
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
