<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ભાવનગરના નવા નગરસેવક કિશનભાઈ મહેતાનો જન્‍મદિન

 

ગાંધીનગર, તા.૩૦: ભાવનગરના નવનિયુક્‍ત નગરસેવક કિશનભાઈ અશોકભાઈ મહેતા તાજેતરની સ્‍થાનિક સ્‍વરાજ ચૂંટણીમાં ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નં ૧૨ (ઉત્તર સરદાર)માં ૧૨૨૫૫ મત મેળવ્‍યા અને ૬૪૬૭ મતની જંગી લીડથી વિજય મેળવ્‍યો છે. કિશનભાઈ મેહતા ભાવનગર શહેર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી નિભાવી ચૂકયા છે અને બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી છે. આજે તેમના જન્‍મદિવસ પર મોહિત વાળોદરા, પ્રિયમ ઉપાધ્‍યાય, કાર્તિક વાલોદરા, કુલદીપ વાઘેલા, રામભાઈ ભરવાડ સહિતના શુભેચ્‍છા સાથે અભિનંદન પાઠવ્‍યા છે.

(11:41 AM IST)