<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જિલ્‍લા નારી સુરક્ષા સમિતિના મહામંત્રી સરલાબેન સોનીનો જન્‍મદિવસ

રાજકોટઃ મૂળ કસ્‍તુરબા ધામ ત્રંબા ના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર જિલ્‍લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના મહામંત્રી અને મહિલા કોંગ્રેસ આગેવાન સરલાબેન નવીનભાઈ પાટડીયા (સોની) નો આજે જન્‍મદિવસ છે. તેઓએ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી અને વોર્ડ નંબર ૧૩માં મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવાઓ આપેલ છે. મહિલાઓ પરના અત્‍યાચારો સામે તેઓએ હિમતપૂર્વક અવાજ ઉઠાવેલ છે. રાજકોટ શહેર જિલ્‍લા વાલી/ મહામંડળ, લોક સંસદ વિચાર મંચમાં તેઓની સામેલગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે.

આજે તેમના જન્‍મદિવસ તેમના મો નંબર ૯૮૨૪૭ ૩૫૪૮૧ પર સવારથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.  કોર્પોરેટર દિપ્તીબેન સોલંકી, પ્રમુખ શ્રી હેમાબેન કક્કડ, રજનીબેન આસવાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા,  પારુલબેન સિધ્‍ધપુરા, માલતીબેન ચાવડા, પ્રફુલાબેન ચૌહાણ, કૈલાશબેન વાઘેલા, હિરલબેન રાઠોડ, પદ્માબા ચૌહાણ, આરતીબા જાડેજા સહિતનાએ પાઠવી છે.

(10:56 AM IST)