તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 25th April 2026
શ્રી સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિશદ મફતલાલનો જન્મ દિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. રપ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશદ પી. મફતલાલનો આજે રપ એપ્રિલે જન્મ દિવસ તા. રપ એપ્રિલ ૧૯૭૪ ના રોજ જન્મેલા વિશદ પજ્ઞનાભ મફતલાલ કે જેઓ નવીન ફલુરીન ઇન્ટરનેશનલ લીમીટેડના એક્ઝીકયુટીવ ચેરમેન છે.
તેમજ અરવિંદ મફતલાલ ગ્રુપની અનેક કંપનીઓના સંચાલક છે. તેઓશ્રી સદ્દગુરૂ સેવા સંસ્થાન ટ્રસ્ટ - ચિત્રકુટના અધ્યક્ષ છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે બહોળો અનુભવ છે. તેમના જન્મદિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિરે વિશેષ મહાપૂજા - નિરામય દીર્ઘ આયુષ્ય માટે માર્કન્ડેય પૂજા-સંધ્યા શણગાર અને તેઓને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવાય છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
