<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ધીરેન ભરવાડાનો જન્‍મદિન

રાજકોટ : જૈન અગ્રણી ધીરેનભાઈ જયંતભાઈ ભરવાડાનો આજે જન્‍મદિવસ છે.  રમણીક કુંવરબા વળદ્ધાશ્રમમાં વળદ્ધ માતા પિતાઓને કેરીનો રસ, રામનાથપરા આંગણવાડીમાં બાળકોને રસ પુરીનું જમણ તેમજ રસિકભાઈ પારેખ સંચાલિત જૈન ક્રાંતિ ટ્રસ્‍ટ કે જેમાં ૨૦૦ થી વધુ ભાઈઓ બહેનોને દર મહિને અનાજની કીટ આપવામાં આવે છે એ સર્વ ભાઈઓ બહેનોને આઇસ્‍ક્રીમ  ખવડાવશે. તેઓને પૂજ્‍ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, પરમ પૂજ્‍ય ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબ, પરમ પૂજ્‍ય ગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ, પરમ પૂજ્‍ય ઇન્‍દુબાઈ મહાસતીજી નાલંદા ઉપાશ્રય તીર્થધામ, ગુરુણી મૈયા સ્‍મિતાબાઈ મહાસતીજી, પરમ પૂજ્‍ય વનિતાબાઈ મહાસતીજી એ  આશીર્વાદ પાઠવ્‍યા છે. તેઓ જૈનમ, જૈન સોશિયલ ગ્રુપ મીડ ટાઉન, જય માતાજી અબોલ જીવ માનવસેવા કેન્‍દ્ર અને જય માતાજી અબોલ જીવ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઇનમાં સેવા આપી રહ્યા છે. મો. ૯૩૨૮૮ ૪૪૦૫૫. 

 

(3:11 PM IST)