તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
ચુંબકીય વ્યકિતત્વ ધરાવતા જાણીતા ધારાશાષાી કમલેશ શાહનો જન્મદિન
ખુશી સે બીતે હર દિન, હરપલ સુહાના હો, જીસ તરફ આપકે કદમ પડે વહી ફુલો કી બરસાત હો...

રાજકોટ, તા.૧૮: સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાષાી શ્રી કમલેશભાઈ શાહનો આજે જન્મ દિવસ છે. સેવાના સારથી અને અબોલ જીવ માટે સતત કાર્યરત કમલેશભાઈ શાહ અનેક સામાજીક-ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.
ન્યાય વતૂર્ળમાં ખૂબ જાણીતા ધારાશાષાી અને જૈન અગ્રણી કમલેશભાઈ શાહનો આજે જન્મદિવસ છે. સેવા ક્ષેત્રે સદૈવ અગ્રેસર રહેનાર ધારાશાષાી અને ચુંબકીય વ્યકિતત્વ ધરાવતા કમલેશભાઈ શાહના જન્મદિવસે અભિનંદન વર્ષા થઈ રહી છે.
જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય,રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ ઉપ પ્રમુખ, અજરામર સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી,એનિમલ હેલ્પ લાઈન, કરૂણા ફાઉન્ડેશન, દિકરાનું ઘર - સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, જૈન વિઝન હોય કે જૈનમ્, J B O હોય J P F કે પગદંડી મેગેઝીન હોય કમલેશભાઈ શાહની માનદ્ સેવા અચૂક હોય છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં માનદ્ એડવોકેટ તરીકેની સેવા આપી અનેક અબોલ જીવોને અભય દાન અપાવવામાં નિમિત્ત બને છે. માત્ર જૈન સમાજમાં જ નહીં, પરંતુ અઢારે આલમમાં તેઓની સેવા નોંધપાત્ર છે. વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં ઉપાધ્યક્ષ તરીકે કાબિલેદાદ કાર્ય કરે છે. સ્વામિનારાયણ સંસ્થા સહિત અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે તન - મન અને ધનથી સેવા આપે છે. અન્યથી અનોખું વ્યકિત્વ ધરાવનાર, એકતાના હિમાયતી, સેવાભાવી સૌરાષ્ટ્રના ખ્યાતનામ એડવોકેટ કમલેશભાઈ શાહ આજે યશસ્વી જીવનના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩ માં વર્ષમા મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. કમલેશભાઈને વકીલાતનો વ્યવસાય વારસામા મળ્યો છે.
કમલેશભાઈ સેવારત હોય ત્યારે તેઓના લઘુ બાંધવ ધર્માનુરાગી જીગ્નેશભાઈ... Shah n Shah Associate સંભાળે છે, પરિવારના સાથ - સહકારથી જ કમલેશભાઈ સમાજ માટે, અબોલ જીવો માટે સમય ફાળવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
