તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
એડવર્ટાઇઝિંગ એક્સપર્ટ અને મોટિવેશનલ સ્પીકર પ્રશાંત જોષીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૬ : જાણીતા એડવર્ટાઇઝિંગ એક્સપર્ટ અને મોટિવેશનલ સ્પીકર પ્રશાંત જોષીનો આજે જન્મદિવસે છે. ‘ક્રિએટ ઇન્ડિયા એડવર્ટાઇઝિંગ'ના ફાઉન્ડર તરીકે પ્રશાંત જોષી અને તેમના બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ મૌલિક જોષીની જોડીએ બ્રાન્ડ બિલ્ડીંગ અને માર્કેટિંગ ક્ષેત્રે પોતાની એક આગવી અને મજબૂત ઓળખ ઊભી કરી છે.
સફળ ઉદ્યોગસાહસિક હોવાની સાથે પ્રશાંતભાઈ એક ઉત્કળષ્ટ લેખક પણ છે. તાજેતરમાં જ પ્રકાશિત થયેલું તેમનું પુસ્તક ‘ગોલ, ગ્રોથ, ગ્રેટનેસ' બિઝનેસ જગતમાં ખાસ્સું લોકપ્રિય થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક સ્કૂલ-કોલેજ તેમજ કોર્પોરેટ જગતમાં ‘બ્રાન્ડ પોઝીશનીંગ', ‘માર્કેટિંગ સ્ટ્રેટેજી', અને ‘બિઝનેસ ગ્રોથ' જેવા વિષયો પર સેમિનાર અને વર્કશોપ તેઓ આપી ચુકયા છે. તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે ખાસ સન્માન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ન્યુઝ-૧૮ અને લોકપ્રિય રેડિયો સ્ટેશન માય એફએમ દ્વારા પણ તેમને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ, ચપ્પલ વિતરણ અને શિયાળામાં ધાબળા વિતરણ જેવા સેવા કાર્યોની પ્રવૃત્તિઓમાં પણ તેઓ મોખરે હોય છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૭૨૧૧૧ ૨૧૧૨૧ ઉપર ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
