<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ધ્રોલના વરિષ્‍ઠ પત્રકાર જયેશભાઈ ભટ્ટનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૬:  ધ્રોલ પંથકમાં વર્ષોથી પત્રકારત્‍વના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને દિવ્‍ય ભાસ્‍કરના પ્રતિનિધિ તરીકે કાર્યરત પત્રકાર જયેશભાઈ ભટ્ટનો આજે જન્‍મદિવસ છે. જયેશભાઈ ભટ્ટ ધ્રોલ પંથકમાં છેલ્લા ઘણા સમયથી પત્રકાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને લોકોના પ્રશ્‍નોને હમેશાં વાચા આપતા રહ્યા છે. તેમના મળદુ સ્‍વભાવ અને કાર્યશૈલીને કારણે તેઓ વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ તેમના મોબાઈલ નંબર ૯૬૮૭૬ ૨૫૪૯૯ પર અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી મિત્રો, રાજકીય-સામાજિક અગ્રણીઓ તેમજ તોહીજનો દ્વારા જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. સૌ કોઈ તેમના આગામી વર્ષો સુખદાયી અને આરોગ્‍યપ્રદ રહે તેવી મંગલ કામના કરી રહ્યા છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

(10:45 AM IST)