<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ધ્રોલ પંથકનું ગૌરવઃ ‘મેથ્‍સ ગુરુ' અને નાના ગરેડીયાના સરપંચ ભવાનભાઈ મકવાણાનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૯:  તાલુકાના નાના ગરેડીયા ગામના લોકપ્રિય સરપંચ અને શિક્ષણ જગતમાં જેમની ‘મેથ્‍સ ગુરુ' તરીકે ભારે નામના છે તેવા ભવાનભાઈ પાંચાભાઇ મકવાણાનો આજે જન્‍મદિવસ છે. ભવાનભાઈએ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી શિક્ષણ ક્ષેત્રે એક અનોખી ઓળખ ઉભી કરી છે અને સાથે જ રાજકીય ક્ષેત્રે પણ ધ્રોલ પંથકમાં ખુબ જ પ્રતિષ્ઠા મેળવી આજે તેઓ નાના ગરેડીયા ગામના સરપંચ તરીકે કાર્યરત છે. સરપંચ તરીકેનો પદભાર સંભાળ્‍યા બાદ તેમણે ગામની પ્રાથમિક શાળાના શૈક્ષણિક સ્‍તરને સુધારવા માટે વ્‍યક્‍તિગત રસ દાખવી શિક્ષકો અને બાળકોને સતત પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું છે, જે સમગ્ર પંથક માટે એક ઉત્‍કૃષ્ઠ ઉદાહરણ બન્‍યું છે. તેમના આ પ્રયત્‍નોને કારણે જ આજે નાના ગરેડીયા પ્રાથમિક શાળાના બાળકોએ CET, NMMS અને નવોદય જેવી રાજ્‍ય સ્‍તરની પરીક્ષાઓમાં ગામ, તાલુકા અને જિલ્‍લા સહિત સમગ્ર ગુજરાતમાં ટોચનું સ્‍થાન મેળવી ધ્રોલ પંથકનું નામ રોશન કર્યું છે. આવા કર્મઠ લોકસેવક અને શિક્ષણવિદના જન્‍મદિવસ નિમિત્તે મો.૭૩૫૯૭ ૯૮૫૫૫ ધ્રોલ અને નાના ગરેડીયા પંથકના ગ્રામજનો તેમજ સ્‍નેહીજનો તરફથી તેમના પર અભિનંદન અને શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(10:41 AM IST)