<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

આજે યુવા અને કાર્યદક્ષ સુરતના ડીસીપી રાઘવ જૈનનો જન્‍મ દિવસ

દેશવિદેશના ભાવિકો માટે દ્વારકામાં દર્શન વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવામાં મહત્‍વની ભૂમિકા, કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવાના ડો.રાવના પ્રોજેક્‍ટને ગતિ આપેલ રાજ્‍ય પોલીસ તંત્રના ત્રણ ત્રણ કાર્યદક્ષ સિનિયર IPS સાથે પ્રારંભથી તક મળતા શકિત નિખરી આવી

રાજકોટ, તા.૬: આજે રાજ્‍ય પોલીસ તંત્રના યુવા, કાર્યદક્ષ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જેવા અનુભવી, માણસ પારખું સિનિયર IPS અધિકારીના નેતળત્‍વ હેઠળ ફરજ બજાવતા સુરત ઝોન,૩ ના મૂળ પંજાબના ૨૦૨૦ બેચના ઇન્‍ટરનેશનલ બિઝનેસમાં MBA ની ડિગ્રી હાંસલ કરનાર રાઘવ જૈનનો આજે જન્‍મ દિવસ છે( વિશાળ શુભેચ્‍છક વર્ગ ગુનેગાર સાથે કડક પણ સજ્જન લોકો  અને સિનિયર સિટીઝન સાથે ખૂબ  નમ્રતાપૂર્વક વર્તન કરતા વિશાળ શુભેચ્‍છક વર્ગ ધરાવતા IPS પર ( મોબાઇલ નંબર. ૯૮૭૨૨ ૫૩૨૯૧) પર અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં પ્રારંભમાં કાર્યકાળ દરમિયાન દેશ વિદેશના ભાવિક ભક્‍તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે કે ટ્રાફિક જામ જેવા પ્રશ્નો નિવારવા સાદા ડ્રેસમાં પોહચી અભ્‍યાસ કરી તત્‍કાલીન એસપી નીતેશ પાંડે જેવા અધિકારીના માર્ગદર્શનમાં વ્‍યવસ્‍થા ગોઠવવામાં સફળ રહેલ. રાજકોટ જેલમાં તેમને થોડો સમય માટે ખાસ સંજોગોમાં પોસ્‍ટિંગ આપવામાં આવતા જેલ કેદીઓ, સજા બાદ ફરી ગુન્‍હાહિત રસ્‍તે ન વળે તેવા રાજ્‍યના હાલના મુખ્‍ય પોલીસ વડા અને હાલના ઈનચાર્જ જેલ વડા ડો.રાવ જેવા જેલમાં ક્રાંતિકારી કાર્યો કરનારના પ્રોજેક્‍ટને ગતિમાન બનાવવામાં મોટી સફળતા મેળવેલ.

(11:03 AM IST)