<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સુરતના ભાજપના ધારાસભ્‍ય કાંતિભાઇ બલરનો જન્‍મદિન

 

રાજકોટ : સુરત ઉત્તર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી કાંતિભાઇ હિમતભાઇ બલર (પટેલ)નો જન્‍મ તા. ર એપ્રિલ ૧૯પપ ના દિવસે થયેલ. આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સાખપુર ગામના વતની છે.

શ્રી કાંતિભાઇ બલર ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. સમસ્‍ત પાટીદાર સમાજ, કિરણ હોસ્‍પિટલ સુરત, સીતારામ હોસ્‍પિટલ ગારીયાધાર, સરદારધામ અમદાવાદ વગેરે સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે. સમાજ સેવા તેમનો શોખનો વિષય છે. ત્રણ ટર્મ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે રહી ચૂકયા છે.  મો. ૯૮રપ૧ ૪૧૮રર સુરત

(11:38 AM IST)