<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મીઠાપુર ટાટા હોસ્પિટલનાં મેડિકલ સર્વિસિસના હેડ ડો.સંજીવ ભટનાગરનો જન્મદિન

 

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૩૦: ઓખામંડળ તાલુકાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે આવેલ ટાટા હોસ્પિટલના મેડિકલ સર્વિસિસ ના હેડ ડૉ. સંજીવ ભટનાગર સાહેબ નો આજે ૬૦ મો જન્મદિવસ છે. ડૉ. સંજીવ ભટનાગર સાહેબે મીઠાપુર તેમજ આજુબાજુ ના વિસ્તાર ના લોકો માટે નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી છે. આ ઉપરાંત તેમની કાર્યશૈલી, દર્દીઓ પ્રત્યે નું લાગણીસભર વલણ તેમજ સમયસરની સારવારને લીધે ખુબ જ પ્રખ્યાત બન્યા છે. મીઠાપુર ટાટા હોસ્પિટલમાં અનેક પ્રકારની સેવાઓ ઉમેરવા તેમજ સ્થાનિક દર્દીઓને તમામ પ્રકાર ની સગવડો અહીં જ મળી શકે તે માટે સાહેબે પોતે જાતે જ સુપરવિઝન કરી ઘણાં સુધારા મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં કરેલ છે.

(11:01 AM IST)