<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પુર્વ કેબીનેટ મંત્રી-ખંભાળીયાના ધારાસભ્‍ય મુળુભાઇ બેરાનો જન્‍મદિન

 

(કોશલ સવજાણી-સંજય ડાંગર દ્વારા ખંભાળીયા-ધ્રોલ, તા., ર૩: ભારતીય જનતા પાર્ટીના  પાયાના નેતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો આજે જન્‍મદિવસ છે. ભાજપ સાથે વર્ષો જૂનું જોડાણ ધરાવતા અને પક્ષના શરૂઆતના સંઘર્ષકાળથી એક વફાદાર સૈનિક તરીકે કાર્યરત મુળુભાઈ બેરા આજે લાખો કાર્યકરો અને જનતાના પ્રેરણારૂપ બન્‍યા છે.

મુળુભાઈ બેરા રાજકીય સફર પાયાના સ્‍તરેથી શરૂ થઈ છે. સંગઠનમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યા બાદ, તેમણે ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી તરીકે પણ ગુજરાતના વિકાસમાં મહત્‍વનું પ્રદાન આપ્‍યું છે. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જટિલ પ્રશ્નોના ઉકેલ લાવવામાં અને ખંભાળિયા વિસ્‍તારના સર્વાંગી વિકાસ માટે તેઓ હંમેશા તત્‍પર રહ્યા છે. તેમની સાદગી, મળદુ સ્‍વભાવ અને લોકો સાથે સીધું જોડાણ તેમને એક અલગ ઓળખ અપાવે છે.

આજે તેમના જન્‍મદિવસના શુભ અવસરે વહેલી સવારથી જ રાજકીય અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્‍છકો દ્વારા તેમને ટેલિફોનિક તેમજ રૂબરૂ મળીને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે

(1:26 PM IST)