<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

એડવોકેટ રવિ સેજપાલનો જન્‍મદિવસઃ ૪પમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરના જાણીતા એડવોકેટ અને સમાજસેવી શ્રી રવિભાઇ સેજપાલનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૪પ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્‍યુ બાર એસોસિએશનના સક્રિય સભ્‍ય છે. પ્રખ્‍યાત લો ફર્મ ‘‘વર્ડિકટ લો ફર્મ'' વરિષ્‍ઠ એડવોકેટ શ્રી પ્રવિણભાઇ કોટેચા તથા શ્રી પૂર્વેશ ભાઇ કોટેચા સાથે બે દાયકાથી કાર્યરત છે અને કાનૂની ક્ષેત્રમાં પોતાની પ્રતિભા તથા મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનિમલ હેલ્‍પલાઇન, રાજકોટ જિલ્લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સમિતિ, મિત્ર ફાઉન્‍ડેશનમાં યોગદાન આપી રહ્યા છે.  તેઓ ન્‍યાલ ભગત અન્‍નક્ષેત્ર, સતયુગ શ્રી રામજી મંદિરના ભકત પણ છે. તેમના જન્‍મદિવસે પ્રતિક સંઘાણી, ધર્મેશ સેજપાલ, કમલેશ જોષી, એડવોકેટ સમીર ઠકરાર, રાહુલ રાવલે મો. ૯૯૯૮૦ ૨૯૯૯૯ પર શુભકામનાઓ પાઠવી છે. 

(4:13 PM IST)