News of Saturday, 7th March 2026
બહેનોને ડ્રાઇવીંગ શીખવતા અને સારા એવા સ્વીમર હેમાબેન કકકડનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૭ : બહેનો માટે સતત મહેનતશીલ રહેતા હેમાબેન કકકડનો કાલે વિશ્વ મહિલા દિવસે જન્મ દિવસ છે. રાજકોટમાં બહેનોને ટુ વ્હીલર શીખવવા ડ્રાઇવીંગ સ્કુલ શરૂ કરનાર અને બાદમાં ફોર વ્હીલર તાલીમ શરૂ કરનાર નેહાબેન સારા એવા સ્વીમર પણ છે. ૨૦૦૫માં સ્વીમીંગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીતી લાવેલ. તેમની હિંમતના દાખલા દેવાય છે. કેમ કે ૨૦૨૦માં તેમને ચોથા સ્ટેજનું કેન્સર ડીટેકટ થયુ છતા હિમ્મત હાર્યા નહોતા અને કેન્સરને મહાત કરી આજે નોર્મલ લાઇફ એન્જોય કરી રહ્યા છે. કોરોના સમયે પણ જરૂરતમંદોને ફુડ પેકેટ વિતરણની સેવા તેઓએ ચલાવી હતી. લોહાણા સખી મંડળના અધ્યક્ષ અને ગ્રાહક સુરક્ષા ટીમના સભ્ય એવા હેમાબેન કકકડ (મો.૯૯૨૫૭ ૬૧૮૨૨)ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
