News of Thursday, 5th March 2026
ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટનો આજે જન્મદિવસ

(ઇકબાલ ગોરી દ્વાર) સાવરકુંડલાઃ તા.પ, ખાંભા તાલુકા બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટનો આજે જન્મદિવસ છે. ખાંભા પંથકમાં આનંદ ભટ્ટના પિતા તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે સેવા આપીને નિવળત થયા બાદ રાજકીય ક્ષેત્રે આનંદ ભટ્ટ સફળતાના શિખરો સર કર્યા હતા અમરેલી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સેવા આપ્યા બાદ પ્રદેશ કિસાન મોરચાના સદસ્ય રહી ચૂકેલા આનંદ ભટ્ટ હાલ ખાંભા તાલુકા ભાજપનાપ્રમુખ પદે કાર્યરત છે ને ખાંભા પંથકના ગ્રામીણ ગામડાઓમાં વિકાસની કેડી કંડારવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવીને ખાંભા ગીર વિસ્તારમાં સરકારના વિકાસ કામોની વણથંભી વણઝાર કાર્યરત રાખવામાં રાજનેતાઓ સાથે સુમેળ ભર્યા સંબંધો સ્થાપીને સૌના હૃદયમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્વભાવે સરળ અને સંસ્કારિતાના સમન્વયની કુનેહથી ખાંભા ગીર વિસ્તારના લોકોમાં આગવી ઓળખ ઊભી કરી છે ં આનંદ ભટ્ટના મો. ૯૪૨૯૦૪૫૪૫૭ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
