તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
શિવધારા ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલનો જન્મદિન

રાજકોટ તા. ૨૬ : શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સિનિયર કોંગ્રેસ અગ્રણી પટેલ જયંતીભાઈ હિરપરાનો આજે જન્મ દિવસ છે. મૂળ વતન જસદણ અને હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર જયંતીભાઈ સિનિયર સિટીઝન છે અને લોકોના પ્રશ્નો અંગે અવિરત લડાઈ લડતા હોય છે. શહેરની લોક સંસદ વિચાર મંચ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સક્રીયાતાથી જોડાયેલા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય સામાજિક અગ્રણીઓ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, બોર્ડ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા સહિતના આગેવાનોએ તેમના મો.૭૦૪૧૧ ૮૭૩૨૩ ઉપર શુભેચ્છાઆ પાઠવી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
