તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
પોરબંદર મ્યુનિસિપલ કમિનર હસમુખભાઇ પ્રજાપતિનો જન્મદિન
મહાનગરપાલિકા બન્યા બાદ એક હજાર કરોડના વિકાસ કામોમાં ગતિ લાવવા જહેમત ઉઠાવી : શુભેચ્છાવર્ષા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.ર૩: મહાનગરપાલિકા અસ્તિત્વ આવ્યાં બાદ શહેરમાં અંદાજે હાથ ઉપર રહેલા એક હજાર કરોડના વિકાસ કામોમાં ગતિ લાવનાર મ્યુનિસિપલ કમીશનર હસમુખભાઇનો આજે જન્મદિન છે. તેઓ ઉપર શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ વરસાદ વરસી રહ્યો છે.
મહેસાણા જિલ્લાના વડનગર ગામે જન્મેલા શ્રી હસમુખભાઈ પ્રજાપતિએ પોતાના વિદ્યાર્થી જીવનથી જ મહેનત, પ્રામાણિકતા અને સેવાભાવને જીવનમંત્ર તરીકે અપનાવ્યો છે. તેમણે ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ મોરબી ઇજનેરી કોલેજમાંથી બી.ઈ. સિવિલની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં તેમણે નિષ્ઠા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજો બજાવી છે. હાલ તેઓ પોરબંદર મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભગવાન શ્રીકળષ્ણના બાળસખા એવા સુદામાજીની પવિત્ર નગરી તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના સર્વાંગી વિકાસ માટે એક હજાર કરોડના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોને ગતિ આપી રહ્યા છે. શહેરના સુવ્યવસ્થિત વિકાસ, સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ તથા નાગરિક સુખાકારી માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતળત્વ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શહેરી વિકાસના દુરંદેશી અભિગમને અનુરૂપ શહેરમાં વિકાસ કાર્યોને ગતિ આપતા પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરશ્રી હસમુખભાઈ પ્રજાપતીના જન્મદિવસે શહેરભરમાં શુભેચ્છાઓની વર્ષા થઈ રહી.
પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ કમિ‘રશ્રી તરીકે નિયુક્ત થયેલા હસમુખભાઈ પ્રજાપતીએ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી અને લોકહિતકારી પ્રોજેક્ટોનું આયોજન અને અમલીકરણ હાથ ધર્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન નગરજનોની સુખાકારી અને ભવિષ્યમુખી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. પોરબંદર શહેર સાથે જોડાયેલા નવા ચાર ગામો સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પાણીના સમ્પ અને પમ્પિંગ સ્ટેશનની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
