<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

વિરપુર જલારામના ‘અકિલા' ના યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયાનો કાલે જન્‍મદિવસ

 

(વીરપુર (જલારામ) તા. ર૧ :... સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ અને જગવિખ્‍યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અને ‘અકિલા'ના  યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આવતી કાલે ૨૨ ફેબ્રુઆરીના રોજ જન્‍મદિવસ છે. પૂજ્‍ય જલારામ બાપાના ધામ વિરપુર જલારામ ધામમાં છેલ્લા ઘણા સમયથી વિરપુર તેમજ વિરપુર પંથકના આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને ઈલેક્‍ટ્રોનિક મીડિયા તેમજ પ્રીન્‍ટ મીડિયાના માધ્‍યમથી લોક પ્રશ્નોને વાચા આપનાર વિરપુર પત્રકાર મીડિયા સંઘના યુવા પત્રકાર કિશનસિંહ મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આવતી કાલે ૨૨ ફેબ્રુઆરી ને રવિવારે જન્‍મદિવસ છે, ત્‍યારે વીરપુરના યુવા પત્રકાર કિશનસિંહ મોરબિયાને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, યુવાનો તેમજ બહોળો મિત્રવર્ગ અને અધિકારી વર્ગ તથા બિન અધિકારીવર્ગ તેમના મો.૮૦૦૦૦ ૬૩૧૩૧ ઉપર જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.

(11:36 AM IST)