તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૯:જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઈ વાજાનો આજે જન્મદિવસ છે.
જુનાગઢના મનસુખભાઈ વાજા છેલ્લા સાડા ચાર દાયકાથી સેવાની અખંડ જ્યોત પ્રગટાવી છે. ૧૯૮૨ માં મનસુખભાઈ વાજા બીમાર પડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા આ સમયે કર્મચારીઓની હડતાલ હતી અને એક દર્દીને સખત ભૂખ લાગી બીજા દર્દીઓની હાલત જોઈ પોતાના ખિસ્સાના ખર્ચ સાથે મિત્રોના સહયોગથી બિસ્કીટ લાવી ખવડાવ્યા તેના રાજીપા નો પાર ન રહ્યો ત્યારથી તેણે મનોમન નક્કી કર્યું કે મારે જીવનમાં કાંઈક વિશેષ બીજા કરતા અલગ જીવી જાણવું છે.
સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના નામે ૧૯૮૨માં સ્થાપના કરી અને ત્યારથી તેમના દ્વારા હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ ને ભોજન, સેવા, જરૂરિયાત મંદને દવા, સહાય, વળદ્ધોની સેવા, અંધ દીકરીઓની સેવા, ચોપડાનું વિતરણ, ૪૦ વર્ષથી સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન, ગુજરાતમાં પ્રથમ એટીએમ (એટલે કે એની ટાઈમ મેરેજ) લગ્ન શરૂ કરાવેલ.
અત્યાર સુધીમાં ૨૧૦૦ થી વધારે દીકરીઓને કરિયાવર આપી સાસરે વડાવેલ આ ઉપરાંત વિધવા બહેનોની સિલાઈ મશીન, વિદ્યાર્થી સન્માન, રાહત દરે ચોપડા વિતરણ, વળદ્ધ નિકેતનમા પ્રમુખ પાંજરાપોળ ગૌશાળા મા ટ્રસ્ટી કો.કો.બેંકમાં ડાયરેક્ટ, અંધ કન્યા છાત્રાલય મા પ્રમુખ, મહિલા આશ્રય સ્થાનના પ્રમુખ, મયારામ દાસજી આશ્રમમાં ટ્રસ્ટી, ટ્રાફિક બીગેડ માં ટ્રસ્ટી, સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળના પ્રમુખ, જગન્નાથ સેવા સમિતિના મંત્રી, જિલ્લા રોગી કલ્યાણ સમિતિમાં ટ્રસ્ટી આવી જુદી જુદી સંસ્થામાં પોતાનું સ્થાન શોભાવે છે
પરિવારના સહકારથી મનસુખભાઈ વાજાની સેવા ની જ્યોત છેલ્લા સાડા ચાર દાયકાથી અખંડ પ્રજવલિત છે મનસુખભાઈ વાજાના (મો.નં. ૯૯૨૫૧૪૨૦૮૮) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
