<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ભાવનગરઃ પ્રાધ્‍યાપક ડો. નિરંજનભાઇ પાઠકનો જન્‍મદિવસ

 

ભાવગરનાં પ્રાધ્‍યાપક ડો. નિરંજનભાઇ જયંતીલાલ પાઠક શામળદાસ કોલેજ ભાવનગરના સંસ્‍કૃત વિભાગના નિવૃત અધ્‍યક્ષ અને મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નિવૃત પી.એચ.ડી ગાઇડ છે..તેમણે  પાંચ પુસ્‍તકનું લેખનકાર્ય કરેલ છે. બે પુસ્‍તકો પ્રકાશનની પ્રક્રિયામાં છે. તેમણે ૩૩ જેટલા રિસર્ચ પેપર અને લેખો લખેલ છે. આમાંથી કેટલાક લેખો ગુજરાતના અને ભારતના મેગેઝીનમાં પ્રસિધ્‍ધ થયેલ છે. સંસ્‍કૃતમાં ૧૫ જેટલા લેખો લખેલ છે. તેમના બે વિદ્યાર્થી ભાવનગર યુનિવર્સિટીમાં પી.એચ.ડી ગાઇડ છે. તેઓ આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત વિદ્વાન ડો. પી.એમ.મોદી, પ્રાધ્‍યા આર.જે.જાની, પ્રાધ્‍યા જે.જે.પંડયા, પ્રાધ્‍યા ડો. જે.એ.ભટ્ટની ગુરૂ પરંપરા આગળ ધપાવે છે. તેમના ૩ વિદ્યાર્થીઆ ેપ્રિનસીપાલ, અનેક વિદ્યાર્થીઓ પ્રાધ્‍યાપક અને શિક્ષક છે. અત્‍યારે ૮૦ વર્ષની વયે ‘‘શ્‍લોકની લોક સુધી પહોંચાડો'' એ સંત મોરારી બાપુના સૂચનને ધ્‍યાનમાં રાખી વૈદિક, પૌરાણિક સ્‍તોત્ર અને પ્રાર્થનાનો લોકભાગ્‍ય અનુવાદ કરે છે. તેમને બે સુવર્ણચંદ્રક અને બે પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. તેમના જન્‍મદિને તેઆને શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(4:05 PM IST)