તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
સોરઠ – જૂનાગઢ અને ગુજરાતના ઇતિહાસ સંશોધક ડો. પ્રદ્યુમ્ન ખાચરનો જન્મદિવસ

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય ) પ્રભાસ પાટણ : તા.૬: ગિરનારનો ભાતિગળ ઈતિહાસ હોય કે જગ જૂની સોરઠ ભૂમિનો ઇતિહાસ હોય કે પછી ગુજરાતના વિવિધ રજવાડાઓની ભાતિગળ વાતો હોય. ડોકટર પ્રદ્યુમ્ન ખાચરની આ વિષયમાં મહારથ છે. ૬ ફેબ્રુઆરીએ ડો. ખાચરનો જન્મદિવસ છે.
તારીખ ૬-૨-૧૯૬૯ના રોજ ચોટિલા તાલુકાના સણોસરા ગામે તેમનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ બગસરામાં લીધું હતું. તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પણ અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૬માં પીએચડી થયા હતા. ૧૯૯૨થી જૂનાગઢની ડોકટર સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસ વિભાગમાં કાર્યરત છે. તેમણે ઇતિહાસના ૩૩ પુસ્તકો લખ્યાં છે તેમજ વિવિધ અખબારોમાં ઇતિહાસ વિષયક કોલમ લખે છે.
તેમનાં પુસ્તકોમાં 'ગિરનારનો ઇતિહાસ', 'સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ', 'સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ' વગેરે પુસ્તકો સામેલ છે. કાઠિયાવાડ અને ગુજરાતમાં તેમણે અનેક જગ્યાએ યાત્રા કરીને તેમણે ઇતિહાસ વિષયનું સંશોધન લેખન કર્યું છે. રાજ્યમાં તેમજ દેશમાં વિવિધ સેમિનારોમાં સંશોધનપત્ર રજૂ કર્યાં છે. ઇતિહાસ વિષયની ૧૧ જેટલી ચર્ચાઓમાં તેમના સંશોધન ટાંકવામાં આવ્યાં છે.
ડોકટર ખાચરે ગિરનાર વિશે લખેલા પુસ્તકનું મરાઠી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. (મોબાઇલ નંબર - ૯૮૭૯૪૨૧૦૨૫)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
