<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

વિસાવદરના સુરત સ્‍થિત ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીનો આજે જન્‍મદિવસ

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૩: વિસાવદરના સુખપુર ગામનાં વતની અને હાલ સુરત સ્‍થિત અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીનો આજે જન્‍મદિવસ છે.

વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્‍ય પોપટભાઈ રામાણીનાં સુપુત્ર બીપીનભાઈ રામાણી હરહંમેશ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થતા રહ્યા છે. કોરોના કાળ દરમિયાનની તેમની સેવાઓ યાદગાર છે. તેઓ સમુહલગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવળતિઓમાં દાતા તરીકે અગ્રેસર રહ્યા છે. સુખપર ગામ ખાતે લેઉઆ પટેલ સમાજના નિર્માણમાં તેઓ માતબર દાન સાથે મુખ્‍ય દાતા રહ્યા છે. સુરતમાં ઉધોગ વ્‍યવસાય હોવા છતાંય વિસાવદર પંથકને વધુ સમય ફાળવતા બીપીનભાઈ રામાણી વતનપ છે. આજે તેમના જન્‍મદિને શુભેચ્‍છકો દ્વારા વ્‍યાપક શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે. (મો.૯૮૨૫૧ ૩૨૯૯૦)

(12:22 PM IST)