તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 3rd February 2026
ઓર્થોપેડિક ડો.વિજયભાઈ સરધારાનો કાલે જન્મદિવસ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૦૩: જસદણમાં ઓર્થોપેડિક સર્જન ડો. વિજયભાઈ સરધારા (મો.૯૪૦૯૪૦૫૩૭૦)નો કાલે બુધવારે જન્મદિન હોવાથી તેમને ઠેરઠેર થી આ નિમિતે વિવિધ માધ્યમો પર આગોતરી શુભેચ્છા મળી રહી છે તા. ૪ ફેબ્રુઆરી ૧૯૮૨ ના રોજ જન્મેલ ડો.વિજયભાઈ એક દશકાથી વધુ સમયથી જસદણ શહેરમાં ડોકટર હાઉસ તથા રાજકોટની આરોગ્યમ હોસ્પિટલમાં અત્યાનુધિક વિજ્ઞાન દ્વારા હજ્જારો દર્દીઓને સાજા કરી દોડતાં કરનાર અને ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરિટી તરીકે નામના ધરાવતાં સર્જન ડો. વિજયભાઈ કાલે એમનાં યશસ્વી જીવનના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. ડો. વિજયભાઈએ ટૂંકા વર્ષ ગાળામાં જસદણ વીંછીયા અને રાજકોટ પંથકમાં જબરજસ્ત લોકચાહના મેળવી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
