તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. આર.વ. વ્યાસનો જન્મદિન

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત શ્રી આર.વી. વ્યાસનો જન્મ તા. ૯ જાન્યુઆરી ૧૯૭રના દિવસે થયેલ. આજે પચ્ચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ સ્વાગત ઓનલાઇન (જનસંપર્ક)ને લગતી અને મુખ્યમંત્રીને મળવા આવતા મુલાકાતીઓના વ્યવસ્થાપનને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.
શ્રી આર.વી. વ્યાસ મુળ ભાવનગરના વતની છે. ભૂતકાળમાં જુનાગઢમાં મામલતદાર, અંજાર, ગાંધીનગર અને વડોદરામાં પ્રાંત અધિકારી, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાષ્ટ્રીય પોષણ અભિયાનના રાજય મિશન નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચુક્યા છે. તેઓ ર૦ર૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩ર૩ર૬૦૧, મો. ૯૯રપ૦ ૧રપ૮૦ ગાંધીનગર.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
