<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાનો આજે જન્‍મદિવસ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ તા.૧, ગોંડલ નાં ધારાસભ્‍ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાનાં પુત્ર ગોંડલ નાં લોકપ્રિય યુવા આગેવાન ગણેશભાઈ ઉર્ફ જ્‍યોતિરાદિત્‍યસિંહ નો આજે જન્‍મદિવસ દિવસ છે.જીવન ડગર નાં ૨૬ વર્ષ પુર્ણ કરી ૨૭ વર્ષ માં તેઓ પ્રવેશી રહ્યા છે.

માતા પિતા નાં સંસ્‍કારો અને સમાજ સેવાનાં કાર્યો ગળથુથી માં મળ્‍યાં હોય તેમ સહજ અને શિસ્‍ત મય વ્‍યક્‍તિત્‍વ ધરાવતા ગણેશભાઈ ખુબ નાની ઉંમર થી માતાપિતા નાં નક્‍શે કદમ ચાલી સેવા યજ્ઞ માં જોડાયા છે.

કોરોના કાળ માં ગોંડલ આફત વચ્‍ચે ઘેરાયુ હતુ. હોસ્‍પિટલો માં ઓક્‍સિજન ખુટવા માંડ્‍યુ ત્‍યારે હજારો દર્દીઓ ની જિંદગી જોખમી બની હતી.આ સમયે ગણેશભાઈ એ જીવની પરવાહ કર્યા વગર રાતદિવસ મહેનત લઈ હોસ્‍પિટલોમાં ઓક્‍સિજન નો પુરવઠો પુરો પાડી હજારો ની જિંદગી બચાવી હતી.આ દિવસોને અને ગણેશભાઈ ની સેવાને ગોંડલ આજે પણ ભુલ્‍યુ નથી.અતિવળષ્ટિ સમયે પુરગ્રસ્‍ત ગ્રામ્‍ય વિસ્‍તારો માં પોતાની ટીમ સાથે પંહોચી જઇ કમરે દોરડા બાંધી પાણીમાં ફસાયેલા લોકોનો બચાવ કર્યો હતો.

લોકોની નાની મોટી તકલીફો માં મદદે દોડી જતા ગણેશભાઈ લોકો માટે કાળી રાત નો હોંકારો બન્‍યા છે.અનેક સંઘર્ષો વચ્‍ચે અડીખમ  ઉભા રહી ખરી ક્ષાત્રાવટ દાખવી છે.ગણેશભાઈ ગોંડલ પંથક લાખેણી લોકપ્રિયતા ધરાવતા યુવા આગેવાન છે.છેવાડા નાં માનવીનો સધીયારો બની લોખો લોકોનાં હૃદય માં અદકેરું સ્‍થાન મેળવ્‍યું છે.હસતો ચહેરો અને સાદગી સાથેનું વ્‍યક્‍તિત્‍વ ગણેશભાઈ ની ઓળખ બની છે.ગોંડલ પંથક માં લાખો લોકોનાં લાડીલા બનેલા ગણેશભાઈ નાં જન્‍મદિવસ નિમિત્તે તેમનાં મો.નં.૯૧૨૭૨૧૧૧૧૧ ઉપર ઢેરસારી શુભેચ્‍છાઓ નો ધોધ વહી રહ્યો છે.

(2:04 PM IST)