<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજકોટ એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના હેડકોન્‍સ. જીજ્ઞેશ મારૂનો આજે જન્‍મદિવસ

મુળ જામનગરના વતની ૨૦૧૩થી પોલીસમાં બજાવે છે ફરજ

રાજકોટ તા. ૩૧: મુળ જામનગર પંથકના હાલ રાજકોટમાં રહેતા અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ જીજ્ઞેશભાઈ રાયધનભાઈ મારૂનો આજે જન્‍મદિવસ છે. ૨૦૧૩માં રાજ્‍ય પોલીસમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ભરતી થયાં બાદ ક્રાઇમ બ્રાન્‍ચમાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવી નોંધપાત્ર કામગીરી કરી છે. 

એ પછી સિવિલ હોસ્‍પીટલ પોલીસ ચોકીમાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે પ્રસંસનીય કામગીરી કરી હતી તે પછી યુનિવર્સીટી પોલીસ મથકમાં પણ ફરજ બજાવી હતી. સરળ સ્‍વભાવ અને નિખાલસતાથી કામ કરવાની તથા સુઝબુઝથી પોલીસ ખાતામાં કેસ સોલ્‍વ કરવાની આગવી છટા ધરાવતા જીજ્ઞેશ મારૂને પાંત્રીસમાં જન્‍મદિને (૯૫૧૦૮ ૮૮૮૮૦ ) શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:36 PM IST)