તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
શિવસેના શિંદે ગ્રુપના પ્રદેશ પ્રભારી જિમ્મી અડવાણીનો કાલે જન્મદિવસ

રાજકોટ : શિવસેના શિંદે ગ્રુપના ગુજરાત પ્રદેશ પ્રભારી તથા ‘‘ત્રિકોણબાગ કા રાજા'' ગણપતિ મહોત્સવના સ્થાપક જિમ્મીભાઈ અડવાણીનો આવતી કાલે તા. ૩૦ના જન્મદિવસ છે. તેઓ સમાજસેવા, સંગઠન શક્તિ અને ધાર્મિક-સાંસ્કળતિક પ્રવળત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. શિવસેના શિંદે ગ્રુપના ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે તેમણે પક્ષને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની આગેવાનીમાં અનેક યુવાનોને રાજકીય તથા સામાજિક ક્ષેત્રે પ્રેરણા મળી છે. ‘‘ત્રિકોણબાગ કા રાજા''ગણપતિ મહોત્સવના સ્થાપક તરીકે તેમણે ભક્તિ, સેવા અને સંસ્કળતિને એક મંચ પર લાવી જનમાનસમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાથી જ તેઓને સંતો, મહંતો, શુભેચ્છકો, મિત્રો તથા સમર્થકો,શિવસેના કાર્યકરો દ્વારા તેમનો મો. નં. ૯૪૨૬૨ ૦૧૧૨૦ ઉપર અભિનંદન થઇ રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
