News of Thursday, 25th December 2025
પુરૂષાર્થ સ્કુલવાળા રાણાભાઇ ગોજીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : ભાજપ વોર્ડ નં. ૧ ના મહામંત્રી અને પુરૂષાર્થ સ્કુલના સંચાલક રાણાભાઇ ડી. ગોજીયાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ રાણાભાઇ મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબાવદર ગામના વતની છે અને છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટને કર્મભૂમિ બનાવી શિક્ષણ કાર્યની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળ રાજકોટ ગાંધીગ્રામ ઝોન પ્રમુખની જવાબદારી નિભાવવા સાથે અન્ય સમાજોપયોગી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. ગરીબ દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ દીકરીઓના સમૂહલગ્ન જેવી પ્રવૃત્તિઓમાં સાથે રહે છે. ખુબ શાંત અને સરળ સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો.૯૯૯૮૪ ૧૮૧૪૩ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
