તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ પ્રમુખ એડવોકેટ નોટરી શકીલ પીરઝાદાનો જન્મદિવસ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૫: આજે તા.૨૫ ડિસેમ્બરના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ પ્રમુખ અને હાલના ડિરેકટર એડવોકેટ નોટરી શકીલ પીરઝાદાનો જન્મદિવસ છે. સ્વતંત્રતા સેનાની, મોમીન સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સૈયદ ડો. એ.કે. પીરઝાદાના પૌત્ર, પુર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદાના પુત્ર તથા પુર્વ ધારાસભ્યો મંજૂર હુસૈન પીરઝાદા અને મોહંમદી જાવેદ પીરઝાદાના ભત્રીજા શકીલ પીરઝાદા વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને રાજકોટ લોકસભા યુવા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મહામંત્રી પદે સેવા આપી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે સતત સંઘર્ષ કરતા રહે છે.
મોહંમદી લોકશાળા હાઇસ્કૂલ ચંદ્રપુર અને એસ.એમ.પી. હાઇસ્કૂલ સિધાવદરનું સંચાલન કરતી શૈક્ષણિક સંસ્થા ધી પીર કાસિમ અલી અંજુમને મોમીન ટ્રસ્ટ વાંકાનેરના પ્રમુખ પદે તેઓ સેવા આપી રહ્યા છે. તેમજ પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલમાં સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓ આજે પોતાના જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરીને ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગોમાં વિશાળ મિત્રવર્તુળ ધરાવતા શકીલ પીરઝાદાતેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ મળી રહી છે. (મો.૯૮૯૮૪ ૨૭૪૮૬)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
