તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
જામનગર ભાજપ મીડીયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરનો જન્મ દિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ :.. જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મીડીયા કન્વીનર ભાર્ગવ ઠાકરનો આજે જન્મ દિવસ છે તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની સુકાન સંભાળી રહ્યા છે, તેમજ યુવાન વયમાં પરીપક્વતા સમાન તેમનો વ્યવહાર પ્રશંસનીય રહ્યો છે. ઇન્ફોર્મેશન-ટેકનોલોજીના સફળ અને એક્સપર્ટ વ્યવસાયીક હોવાની સાથે સામાજિક ક્ષેત્રે પણ તેઓ અગ્રેસર રહ્યા છે ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં, ભાજપના જે શિસ્તબદ્ધતા, રાષ્ટ્રપ્રેમ સહિતના નિષ્ઠા સભર સિદ્ધાંતો છે તેમને તેઓ સમર્પિત રહ્યા છે.
વિશેષ રૂપે જનસેવા અને વ્યાપક જન સમુદાયના જાહેર પ્રશ્નો અંગે હંમેશા સક્રિય રહેવા ઉપરાંત સોશ્યલ મીડિયા થકી જાગળતતા પણ સકર્યુલેટ કરતા રહીને આ માધ્યમથી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી નોંધપાત્ર રીતે પરિણામલક્ષી જહેમત ઉઠાવતા રહે છે. એટલે જ તેઓને એક ઓલ રાઉન્ડર વ્યક્તિત્વ ગણાવ્યા છે જેઓ (સફળ વ્યવસાયિક, સમાજસેવક તેમજ રાજકીય વ્યતિત્વ નીવડ્યા છે) કોરોના જેવા કપરાકાળ હોય કે વાવાઝોડા, પુર, દુર્ઘટના જેવી આપત્તિના સમયે તેઓ લોકહિતમાં જરૂરી સંકલન સાધતા હોય છે જે લોકો માટે રાહતરૂપ બને છે.
રાજકીય મહાનુભાવો, હોદ્દેદારો, જન પ્રતિનિધિઓ પાસેથી હંમેશા માર્ગદર્શન મેળવતા રહેતા ભાર્ગવ ઠાકર અધિકારીઓ-કર્મચારીઓમાં પણ ચાહના ધરાવે છે. સંગીત, શિક્ષણ, સંસ્કળતિ, પરંપરા, સ્પોર્ટસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અર્થતંત્ર, વિકાસ, પ્રવાસ વગેરે ક્ષેત્રમાં કંઈને કંઈ પ્રદાન કરતા રહે છે સ્વયં જાગળત રહી સંપર્કમાં રહેનાર સૌ ને જાગળત રાખવાની વિશેષતા ધરાવતા ભાર્ગવ ઠાકરને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવે છે. તેમના મો. ૯૭૨૭૩૯૬૬૬૦ છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
