<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

મોરબીના ભરતભાઈ વાઢારાનો જન્‍મદિવસ

 

મોરબી, તા૧૦: મોરબીના અખબારી જગતના અને લોકોમાં લોક ચાહના પ્રાપ્ત કરનાર સ્‍વ. મનુભાઈ વાઢારા (પ્રેસપ્રતિનિધિ)ના સુપુત્ર શ્રી ભરતભાઈ વાઢારા એ પોતાના પિતાશ્રીનો વારસાઈ ધંધો કેળવીને મોરબીમાં સૌપ્રથમ સાંધ્‍ય દૈનિક અખબાર શરૂ કરેલ હતું.મોરબી સીરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. મોરબીની સીરામીક ઉદ્યોગની ડિરેક્‍ટરી ઘણા વર્ષોથી નિયમિત બહાર પાડે છે. તેમજ થાનગઢ સીરામીક ઉદ્યોગની ડિરેક્‍ટરી છેલ્લા ચાર વર્ષથી શરૂ કરેલ છે. માહિતી સભર ઉદ્યોગ આમ જનતાને ઉપયોગી બને છે. આજે ૬૫ વર્ષ પુરા કરી ૬૬ માં વર્ષમાંપ્રવેશે છે. તેમના જન્‍મદિવસે શુભેચ્‍છા ઉદ્યોગપતિ સ્‍નેહસબંધી તરફથી મો - ૯૭૩૭૦૫૫૬૨૫ ઉપર ઠેરઠેર થી શુભેચ્‍છા પાઠવી રહેલ છે.

(1:18 PM IST)