તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
જામનગરના યુવા પત્રકાર સલમાન ખાનનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.૮, જામનગર શહેર અને જિલ્લાના દરેક પ્રશ્નોને હંમેશા TV13 ચેનલ ઉપર વાચા આપનાર જામનગરના નીડર અને યુવા પત્રકાર સલમાન ખાનનો આજ તા. ૮ ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. છેલ્લા એક દાયકાથી તેઓએ જામનગર સહિતના હાલારના અનેક પ્રશ્નોને વાચા આપવામાં જવલંત સફળતા મેળવી છે. તેમના હસમુખા અને સાલસ સ્વભાવને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ ઉભું કર્યું છે. તેમના જન્મદિવસ નિમિત્તે આજે તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તેઓ વાંચન અને સ્પોર્ટસ ક્ષેત્રે ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪૦૯૨૨૨ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
