તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
સેવામાં સવાયા, જાહેર જીવનમાં છવાયાઃ ભૂપત બોદરનો જન્મદિન

રાજકોટ :. જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરનો આજે તા. ૧ ડિસેમ્બરના જન્મદિવસ છે ત્યારે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે સત્તાને સેવાનું માધ્યમ માનનારા બોદરએ હંમેશા સમાજ તરફથી જે કંઈ મળ્યું છે તેમાંથી સમાજને સપ્રેમ-સાદર પરત કરવાની ભાવના દાખવેલ છે. તેઓનો ખેતી સાથે સંકળાયેલો છે. ખેતીના વ્યવસાયમાં પ્રવળત અને વેપાર સાથે જોડાયેલા ભૂપતભાઈ બોદર યુવા વયથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ અનેક જવાબદારીનું વહન કરતા આવ્યા છે. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ વર્ષ ૧૯૬૬)
૨૦૦૫માં તેઓ રાજકોટ, મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માંથી કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ અને વોર્ડ પ્રભારી, રાજકોટ તાલુકા ભાજપ પ્રભારી અને એસ.ટી.બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ રહી ચૂકયા છે નિષ્ઠાવાન લોકસેવક અને દાતા તરીકે વધુ જાણીતા છે. શ્રીમતી દુધીબેન જશમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકિય પ્રવળતિઓમાં અગ્રેસર રહ્યા છે.
મો. ૯૮૨૫૦ ૪૬૭૫૯ રાજકોટ
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
