<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ભાનુબેન બાબરીયાના જીવનસાથી મનોહરભાઇનો આજે જન્‍મ દિવસ

પૂર્વ કેબીનેટ મંત્રી

રાજકોટઃ શહેર ભા.જ.પ.ના આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને હાલના ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના જીવનસાથી અને રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય માધુભાઇ બાબરીયા અને મોંઘીબેન બાબરીયાને ત્‍યાં તા. ર૯/૧૧/૧૯૭ર ના રોજ રાજકોટ ખાતે મનોહરભાઇનો જન્‍મ થયો હતો. આજે તેમના જીવનના પ૩ વર્ષ પુરા કરીને પ૪ માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. મનોહરભાઇ બાબરીયાએ ગાંધીનગર ખાતે ગવર્મેન્‍ટ કોલેજમાં બી.કોમ કર્યુ અને ગાંધીનગર સિદ્ધાર્થ લો કોલેજમાં એલ.એલ.બી. સુધી અભ્‍યાસ કરેલ છે. જેઓ ૧૯૯૬ થી ૧૯૯૮ સુધી માત્ર ર૪ વર્ષની વયે જિલ્લા ભા.જ.પ. અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે વર્ષ ૧૯૮૦ થી ર૦૦૧ સુધી શહેર ભા.જ.પ. અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. ૧૯૯૮ માં તેઓ ભાનુબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા, મનહરભાઇને જન્‍મ દિને તેમના મો. ૯૮૨૪૫ ૦૦૮૦૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(2:14 PM IST)