News of Thursday, 27th November 2025
માધવ ‘મધુવન'માં નહિ ભાજપમાં, બહારો ફુલ બરસાઓ, આજ અધ્યક્ષ કા જન્મદિન આયા હૈ

રાજકોટ , તા. ર૭ : રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ અને રાજકોટના અગ્રણી વરિષ્ઠ એડવોકેટ ઉચ્ચ શૈક્ષણિક (LL.M., M.J.M.C., M.B.A., Ph.D) ડિગ્રીઓ ધરાવતા ડો.માધવ દવેનો આજે તા.ર૭ ના રોજ જન્મદિવસ છે.
ડો.માધવ દવે શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબધ્ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓના પ્ર‘ે જાગળત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે.
તેમનો જન્મ અમરેલી ખાતે અમરેલીના સંઘ પરિવારના કિશોરભાઈ દવેના સંતાન ડૉ. માધવભાઈ દવે અને તેમનો સંપૂર્ણ પરિવાર પેઢી દર પેઢી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલ છે. યુવા અવસ્થામાં અમરેલીને તેમનું કાર્યક્ષેત્ર બનાવતાં તેઓએ સંઘ સ્વયંસેવક - ગટનાયક, પ્રાર્થનાગાયકની જવાબદારી નિભાવેલ છે. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નગર મંત્રી, જીલ્લા સંયોજક અને પ્રદેશ કારોબારી સભ્ય જેવી વિવિધ જવાબદારીઓ નિભાવેલ છે.
અમરેલીથી ઉચ્ચ અભ્યાસાર્થે વર્ષ ૧૯૯૭ માં રાજકોટ આવવાનું થતા રાજકોટ શહેરને કર્મભૂમિ બનાવી રાજકીય, સામાજીક અને વ્યવસાયિક ક્ષેત્રે સક્રિયતા રાખી અને છેલ્લા ૩૦ થી વધુ વર્ષોથી સતત કાર્યરત અને પ્રવળત્તમય રહ્યા છે. ડૉ. માધવ દવે હાલમાં રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર અને જવાબદારી તો સુપેરે નિભાવી રહ્યા છે, સાથો સાથ તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડીરેકટર તરીકે કાર્યરત છે. ડૉ. માધવ દવે એ પુર્વ પ્રદેશ કન્વીનર, હ્યુમન રાઇટસ સેલ, પૂર્વ પ્રદેશ કન્વીનર આર્થિક સેલ, પૂર્વ શહેર મંત્રી- પૂર્વ શહેર મહામંત્રી રાજકોટ મહાનગર ભાજપ, તેમજ ભાજપ લીગલ સેલ, ભાજપ ચુંટણી સેલના સભ્ય તરીકે જેવી પ્રદેશ તથા મહાનગર કક્ષાની વિવિધ રાજકીય જવાબદારીઓ સંભાળી ચુકયા છે. તેઓ આ ઉપરાંત અનેક સામાજીક સેવાકીય પ્રવળતિઓમાં પણ પોતાનું વિશિષ્ટ યોગદાન આપી રહયાં છે. ડો.માધવ દવે એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન તેમજ સેતુબંધ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેમજ બોલબાલા ટ્રસ્ટ સાથે પણ સેવાકીય પ્રવળત્તીઓથી સંકળાયેલા છે. પુર્વ પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી, પુર્વ રાજકોટ શહેર સમસ્ત બહ્મસમાજના કારોબારી સદસ્ય છે.
ડો.માધવ દવેને આજે જન્મ દિવસ નિમિત્તે શહેર ભાજપ અગ્રણીઓ, પરિવારજનો, મિત્રવતર્ળળ, શુભેચ્છકો દ્વારા ે શુભેચ્છા મળી રહી છે. (મો. ૯૮રપ૩ પપ૮૦૭)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
