તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ખાંટ (રાજપૂત) સમાજના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇ ગુજરાતીનો જન્મ દિવસ

રાજકોટઃ ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પૂર્વપ્રમુખ નરસિંહભાઇ ભુરાભાઇ ગુજરાતીનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૭રમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ એમ.એ.બી.એડ્.એલ.એસ.જી.ડી. સુધી અભ્યાસ કરેલ છે. તેઓ ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ અને રાજકોટ મ્યુનિ.કોર્પો ઓક્ટ્રોય આઉટ સ્ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપેલ. છેલ્લે તેઓ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા તેમજ ખાંટ જ્ઞાતિના માસિક ‘‘ધર્મવાણી''ના માનદ્ સંપાદક મંડળમાં સેવા આપે છે. મો. ૯૭ર૭૯ ર૭રપ૪.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
