<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

IMAની રાષ્ટ્રીય કમીટી (લીગલ)ના સભ્‍ય, ભાજપ ડો. સેલ સૌરાષ્ટ્ર ઝોન કન્‍વિનર ડો.અમિત હપાણીનો જન્‍મ દિવસ

રાજકોટ તા.૨૬: ભારતની એલોપેથી તબીબોની સર્વોચ્‍ચ સંસ્‍થા ઈન્‍ડિયન મેડીકલ એશોસિએશન ભારતની રાષ્ટ્રીય લીગલ કમિટીના સભ્‍ય તથા ઈન્‍ડિયન મેડીકલ એશોસિએશન ગુજરાત ના પુર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના કન્‍વિનર (પ્રદેશ સભ્‍ય) સૌરાષ્ટ્રના જાણીતા ફિઝીશ્‍યન  કાર્ડિયોલોજીસ્‍ટ સેવાભાવી તબીબ ડો. અમિત હપાણીને જન્‍મ દિવસે તબીબી જગત તથા સમાજના દરેક વર્ગમાંથી શુભેચ્‍છા મળી રહી છે.

ડો. અમિત હપાણી ભાજપ ડોકટર સેલ-સૌરાષ્ટ્ર ઝોનના કન્‍વીનર તરીકે સળંગ સાત ટર્મથી સેવા આપે છે તથા રાજકોટ શહેર ભાજપ કારોબારી કાયમી આમંત્રિત સભ્‍ય છે. તાજેતરમાં જ રાજકોટના હાર્દસમા વિસ્‍તાર વિદ્યાનગર રોડ, મંગળા મેઈન રોડ અને રામકૃષ્‍ણનગર મેઈન રોડ વિસ્‍તારના તબીબો દ્વારા વી.એમ.આર. ડોકટર્સ એસોસીએશનની રચના કરવામાં આવી છે તેના પ્રમુખ તરીકે ડો. અમિત હપાણીએ જવાબદારી સ્‍વીકારી છે.

ભારતીય સેનાના નિવૃત જાંબાઝ કર્નલ આર. બી. હપાણી ના સુપુત્ર જુનાગઢ જિલ્‍લાના મેંદરડા વતની અને વર્ષોથી રાજકોટને કર્મભૂમી બનાવનાર ડો. અમિત હપાણી આઈ.એમ.એ.-રાજકોટના પૂર્વ પ્રેસીડેન્‍ટ તરીકે, ગુજરાત મેડિકલ કાઉન્‍સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્‍સીલમાં અને ગુજરાત લેબર વેલફેર બોર્ડમાં ડિરેકટર તરીકે ઉત્‍કૃષ્ઠ કામગીરી કરી હતી. ડો. હપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીન પૂર્વ સિન્‍ડીકેટ મેમ્‍બર, ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ સેનેટ સભ્‍ય, ડાયરેકટર  આરૂણી હોસ્‍પિટલ પ્રા. લી., આ ઉપરાંત અગાઉ તેઓએ અનેક સર્વરોગ નિદાન કેમ્‍પ, લોકોમાં આરોગ્‍ય વિષયક જાગૃતિ લાવતા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ઈલેકટ્રોનીક મિડીયા પર તેમણે અનેક વખત લોક ઉપયોગી વાર્તાલાપ આપ્‍યા છે. તેઓ સામાજીક  સેવાકિય પ્રવૃતિઓ માટે હરહંમેશ તત્‍પર રહે છે.

તબીબી સમુદાય તથા સમગ્ર સમાજમાં બહોળી ચાહના ધરાવતા ડો. અમિત હપાણીને (મો. ૯૮૨૫૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્‍ત સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્‍મ દિવસની શુભેચ્‍છા મળી રહી છે.

(10:40 AM IST)