<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સેલવાસના રઘુવંશી અગ્રણી મનોજભાઇ સાદરાણીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.રપ, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સ્‍થાયી થયેલા સોરઠના રઘુવંશી રત્‍ન મનોજ સાદરાણીએ પરપ્રાંતમાં પણ અસલ કાઠિયાવાડી પરંપરા જાળવી રાખી છે, આતિથ્‍ય સત્‍કારનો આગવો ગુણ ધરાવતા સાદરાણીનો રપ મી નવેમ્‍બરે જન્‍મદિવસ છે ત્‍યારે સબંધોની જબરી સુવાસ ધરાવતા મનોજભાઇ પર સાર્વત્રિક અભિંદન વર્ષા થઇ રહી છે.

ગોંડલ સ્‍ટેટના નાની મોણપરીના પુર્વ પત્રકાર ભારતીય જનતા પાર્ટીના રાજનેતા  અને સામાજીક કાર્યકર્તા શ્રી મનોજભાઇ સાદરાણીનો તા. રપ/૧૧/રપ  ના રોજ જન્‍મદિવસ છે. જે હાલ સેલવાસમાં ‘‘ શ્રી લાલા રઘુવંશી'' રેસ્‍ટોરન્‍ટ ચલાવે છે અને ત્‍યાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતા અને સામાજીક ક્ષેત્રે પણ ઘણું યોગદાન આપે છે. અને હર જન્‍મદિવસ ઉપર ૧૦૧ કન્‍યાને ભોજન કરાવી ગૌશાળામાં દાન આપી જન્‍મ દિવસની અનોખી ઉજવણી કરે છે. શુન્‍યમાંથી સર્જન કરી સફળતાને વરેલા અને જલારામ બાપામાં અતુટ શ્રધ્‍ધ રાખતા અને આત્‍મવિશ્વાસ કેળવી અને સેલ્‍ફને સમય સાથે અપડેટ કરવામાં માહેર એવા મનોજભાઇને એમના જન્‍મદિવસ નિમિતે મો. ૯૬૮૭૯ ૦૦૦૩૨ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.  

(12:24 PM IST)