તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ઉપલેટાના મોટી પાનેલીનાં વતની રાજકોટના કોર્પોરેટર કપિલભાઇ નથવાણીનો જન્મદિન

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. રપ :.. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ ના વતની અને હાલ રાજકોટ માધાપર ચોકડી પાસે દ્વારકા હાઈટ માં રહેતા કપિલભાઈ નથવાણીનો આજે જન્મદિન છે. સામાજિક અને રાજકીય રીતે સક્રિય તેમજ સામાજિક તેમજ અનેક સેવાકીય સંસ્થા ઓ જેવી કે, પ્રમુખ - રઘુવંશી યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ, રઘુવંશી શૌર્ય સંગઠન - સલાહકાર સમિતિ, રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ,શ્રીરામ ધામ ટ્રસ્ટ ઝાલીડા સાથે જોડાઈને સેવાકીય પ્રવળત્તિઓ કરે છે.
તેઓ રાજકોટ મહાનગર ના વોર્ડ નંબર ત્રણ ના મહામંત્રી તરીકે છેલ્લા એક વર્ષ થયા સેવા આપી રહ્યા છે એવા કપિલ ભાઈ નથવાણી ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ સરળ સ્વભાવના નિખાલસ અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા વ્યક્તિ છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેઓના મિત્રો સંબંધીઓ દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
