<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ધન્‍ય કાલની ઘડી રળિયામણી, રાજેષ (રાજા) ચાવડાને વધામણી

રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍યનો કાલે જન્‍મદિન

રાજકોટઃ ભાજપના રંગે રંગાયેલા અને જાહેર જનતામાં ૧૦૮ નું બિરુદ મેળવનાર, રાજકોટ આહીર સમાજના આગેવાન, રાજકોટ જિલ્લા ભાજપ યુવા ભાજપાના અગ્રણી અને ગુજરાત સરકારના આરોગ્‍ય વિભાગ, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ અને મેડિકલ કોલેજના રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍ય રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) નો  આવતીકાલે તા.૨૩ નવેમ્‍બરે જન્‍મદિન છે. તેઓ કાલે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) ભૂતકાળમાં વિજયભાઈ રૂપાણી, મોહનભાઇ કુંડારિયા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી, અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન બાબરીયા, દુર્લભજીભાઈ દેથરિયાને ચૂંટણી જિતાડવામાં મહેનત કરી હતી. છેલ્લા ૧૦ વર્ષ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે દર્દી જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે. દર્દીનું આયુષમાન કાર્ડ કાઢવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી રાજાભાઈ દર્દી સાથે જઈને મદદ કરે છે. રાજાભાઈ ચાવડા અનેક સામાજીક સંસ્‍થા સાથે જોડાયેલા છે.

તેમના જન્‍મદિવસ નિમિતે રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ  પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડીયા, હરેશભાઈ હેરભા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા સાંસદ પરષોતમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પડધરીના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા તેમના જન્‍મદિવસ નિમિતે મો. ૯૮૨૪૯ ૨૬૩૨૮ પર શુભકામના પાઠવામાં આવી છે.

(11:40 AM IST)