<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

જામનગરના "જુનિયર જેઠાલાલ" રાકેશ શુકલનો આજે જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : જામનગરના જુનિયર જેઠાલાલ રાકેશ શુકલનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ એક્ટિંગનો શોખ ધરાવનાર અને યુવાનોમાં શ્રોતાઓને ખુશ કરનાર અને રંગમંચના કલાકાર અને 'પ્રિત-પ્રિત ને પાનેતર...' નાટકમાં શાનદાર ભૂમિકા ભજવનાર રાકેશ શુકલનો જુનિયર જેઠાલાલની ચરણકલમીમાં અનેકો પીંછા ઉમેરાયેલા છે.

ગિનેશ વર્લ્ડ એવોર્ડ,જુનિયસ એવોર્ડ,ટોપ વર્લ્ડ રેકોર્ડ,તમિલનાડુ બુક ઓફ રેકોર્ડ,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડ,યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ,અને બીજા ગૌરવ એવોર્ડ એવોર્ડ પ્રાપ્ત થયા છે ગુજરાત ચાલો લંડન (ગુજરાતી અને હિન્દી નાટક) ના લંડનમાં સુપરહિટ ૮૦ શો કરેલા હતા. ઉપરાંત મતદાન જાગૃતિ માટે મતદારો કા શુભકા ચશ્મા જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવેલ.

રાકેશ શુકલને રંગમંચની સાથે-સાથે ફિલ્મોનો પણ શોખ છે અને ઘણા-ચોગ્ગા ભારતાની જેમ મેદાનમાં પણ ઘણા-ચોગ્ગા મારવામાં માહિર એવા રાકેશભાઈના જન્મદિવસ ના જન્મદિવસે તેમના મોબાઈલ ઉપર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે તેઓના મોબાઇલ નંબર નં. ૯૬૨૪૪ ૯૯૯૮૧.

(10:57 AM IST)