<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ઉતમથી સર્વોતમ તરફના યાત્રી મનોજ વાય.દક્ષિણીનો જન્‍મદિન

શુભેચ્‍છાથી ભીંજાતા નિવૃત સનદી અધિકારી

રાજકોટઃ ગુજરાતના વહીવટી ક્ષેત્રે દીર્ઘકાલીન શાનદાર સેવા આપીને હાલ અમદાવાદમાં આનંદમય અને ભકિતમય નિવૃત જીવન પસાર કરી રહેલા એક સમયના આઇ.એ.એસ (વર્ષ ર૦૦૮) કેડરના અધિકારી શ્રી મનોજ વાય.દક્ષીણી માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬રના વર્ષની ૧૯ નવેમ્‍બરે થયેલ. આજે ૬૪ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ ઉતમથી સર્વોતમ તરફનો અભિગમ ધરાવતા વ્‍યકિત છે.

એમ.વાય.દક્ષિણી અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, પાલનપુરના નાયબ ચુંટણી અધિકારી રાજયમાં નાયબ મનોરંજન કર કમિશ્નર, સાયન્‍સ સીટીમાં વહીવટી અધિકારી અધિક ઉદ્યોગ કમિશનર યુવા સેના સાંસ્‍કૃતિક કમિશનર તાપીમાં અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી આણંદમાં જિલ્લામાં કલેકટર પંચાયત વિભાગમાં અધિક સચિવ વગેરે સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી ચુકયા છે. મો.૯૮ર૪૧૦૦ર૪૧ અમદાવાદ.

(1:43 PM IST)