તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
એડવોકેટ અને જીવદયા પ્રેમી ભરતભાઇ બોરડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : આજે એડવોકેટ શ્રી ભરતભાઇ બોરડીયાનો જન્મદિવસ છે. ફોજદારી, સીવીલ અને રેવન્યુ વકીલાત ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવી રહ્યા છે.મીડીયા ક્ષેત્રનો પણ તેઓ બહોળો અનુભવ ધરાવી રહ્યા છે. જીવદયા કાર્ય બદલ સેવાકીય સંસ્થાઓ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગૃપ, રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દિકરાનું ઘર, વૃદ્ધાશ્રમ, રર વ્હાલુડી અનાથ દિકરીઓનાં વિવાહમાં પણ સેવાઓ આપેલ છે. રાજકોટ જીવદયા ગૃપ દ્વારા માં અમૃતમ કાર્ડના ૪ કેમ્પ કરવામાં આવેલ. જેમાં તેઓએ સહકાર આપેલ હતો. તેઓ દરરોજ શ્વાનોને દુધ, રોટલો તેમજ પક્ષીઓને ચણ નાંખે છે. (૩૬.૩)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
