<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ગુજરાત રાજભવનના ઓએસડી-પ્રિન્‍સીપાલ સેક્રેટરી અશોક શર્માનો જન્‍મદિન

પોરબંદર- દ્વારકા જીલ્‍લા પૂર્વ કલેકટર અને ગીર-સોમનાથ જીલ્લા પૂર્વ વિકાસ અધિકારી સોમનાથ મંદિરના પૂર્વ એડમીસ્‍ટ્રેટર..

(મીનક્ષી-ભાસકર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૮: સુપ્રસિધ્‍ધ સોમનાથ મંદિરના પૂર્વ એડમીસ્‍ટ્‍ેટર, પોરબંદર અને  દેવભૂમિ દ્વારકા જીલ્લાના પૂર્વ કલેકટર અશોક તારીખ ૮-૧૧-૧૯૬૫ના રોજ જૂનાગઢના ગીરનાર બ્રાહ્મણ પરિવારમાં જન્‍મેલા તેઓ ડેરી- ટેકનોલોજી અને મેનેજમેન્‍ટના અનુસ્‍નાતક છે.

૧૯૯૩થી ગુજરાત વહીવટી સેવામાં જોડાયેલા તેઓ પોરબંદર ડેપ્‍યુટી કલેકટર, અમરેલી જીલ્લા નિવાસી નાયબ કલેકટર, જૂનાગઢ જીલ્લા અધિક કલેકટર, વેરાવળ અને જૂનાગઢ નગરપાલિકા એડમીસ્‍ટ્રેટર, ગીર-સોમનાથ જીલ્લા વિકાસ અધિકારી, રાજય સર્વશિક્ષા અભિયાન સચિવ સહિત  અનેકો સ્‍થળે કાબીલેદાદ ફરજો બજાવી છે. તેઓ આધ્‍યાત્‍મિક વિષયના રસ-રૂચી ધરાવતા હોઇ ગીતા અને રામાયણ સહિતના ગ્રંથો ઉપર ૨૩ જેટલા વિવિધ પુસ્‍તકો લખ્‍યા છે. વર્તમાનપત્રોમાં તેમની અનેકો કોલમો પ્રસિધ્‍ધ થતી રહી છે.

હાલ તેઓ ગુજરાત રાજભવનમાં ઓએસડી પ્રિન્‍સીપલ સેક્રેટરી તરીકે સુંદર-સક્રિય રીતે કાર્યરત છે. તેમના જન્‍મ દિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહ્યો છે. મો. ૯૬૩૮૫ ૧૪૯૦૦

(11:35 AM IST)