તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી પૂ.વિવેકસાગર સ્વામીનો જન્મદિન

રાજકોટ,તા.૦૮: સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેક્સાગરદાસજી સ્વામીજી આજે (૩૯ મોં જન્મદિવસ ) છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના અને સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ અનેક સેવાના ધર્મકાર્યો, માનવસેવાના ધર્મકાર્યો થઈ રહયા છે કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી કહે છે તેવોનો મુખ્ય ધ્યેય છે કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દરેક ભક્ત દાદાનો ભોજનાલયમાં મહાપ્રસાદ લઈને જાય નાની એવી ઉંમરમાં સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમા કોઠારી સ્વામીજીના પદે આવ્યા અનેકગણો વિકાસ કરેલ છે
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા અને અથાળાવાળા ગુરૂદેવશ્રીની કૃપાથી તેમજ સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી આ પાવન ભૂમિમાં સેવા કરવાનો અવસર મળ્યો છે આજે તેમના ( ૩૯ માં જન્મદિવસ ) નિમિતે આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી, શાષી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, પૂજારી સ્વામીશ્રી ડી, કે , સ્વામીજી તથા અથાળાવાળા સંત મંડળ તેમજ અનેક જગ્યાએથી સંતોએ તેમજ વિશાળ સંખ્યામાં સેવકો, ભક્તજનોએ શુભકામના પાઠવેલ છે તેમજ રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત મહાનુભાવોએ શુભેચ્છા પાઠવેલ છે આજે સવારે કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું વિશેષ પૂજન કરી શણગાર આરતી કરી દાદાના આશીર્વાદ મેળવેલ હતા અને સંતોના આશીર્વાદ ગ્રહણ કરેલ હતા.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
