<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

જાહેર જીવનના ગૌરવ શિખર કમલેશ જોશીપુરાનો જન્‍મદિન

રાજકોટ :.. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટીચર એજ્‍યુકેશન ગાંધીનગર ના પ્રથમ કુલપતિ અને લીગલ રિસર્ચ ફાઉન્‍ડેશન ઇન્‍ડિયાના ચેર પર્સન પ્રોફેસર કમલેશ જોશીપુરા નો આજે સાત નવેમ્‍બર જન્‍મદિવસ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થી સાર્વજનિક જીવનની કારકિર્દી શરૂ કરનાર શ્રી કમલેશ જોષીપુરા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી અધ્‍યક્ષ રહી ચૂકયા છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નીતિ નિર્ધારણ વિભાગના કેન્‍વીનર તરીકે પણ સફળ જવાબદારી વહન કરી ચૂકયા છે. બાલ્‍ય કાલથી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક એવા શ્રી કમલેશ જોશીપુરા વર્તમાનમાં ઇન્‍ટરનેશનલ આર્બિટેશન અને મીડિયેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય સ્‍તરો પર કાર્યરત પ્રોફેસર કમલેશ જોષીપુરા વરિષ્ઠ ધારાશાષાી છે. કાયદાના ક્ષેત્રમાં અતિ વિશિષ્ટ પ્રદાન માટે બહાર એસોસિએશન ઓફ ઇન્‍ડિયાનો ડોક્‍ટર રાજેન્‍દ્ર પ્રસાદ એવોર્ડ ફોર આઉટ સ્‍ટેન્‍ડિંગ કન્‍ટ્રીબ્‍યુશન ઇન લીગલ ફિલ્‍ડ દ્વારા રાષ્‍ટ્રીય ખ્‍યાતી પ્રાપ્ત સન્‍માન પ્રાપ્ત કરનાર પ્રોફેસર કમલેશ જોષીપુરા ના માર્ગદર્શન અંતર્ગત ૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ phd નો અભ્‍યાસક્રમ પૂર્ણ કર્યો છે અને ડો. કમલેશ જોશીપુરાએ સાતથી વધારે સંશોધન આધારિત પુસ્‍તકો લખ્‍યા છે.

સૌરાષ્‍ટ્રના સાર્વજનિક જીવનમાં ખૂબ જ સક્રિય રીતે કાર્યરત શ્રી કમલેશ જોષીપુરાએ અનુચ્‍છેદ ૩૭૦ ની નાબુદી, આત્‍મ નિર્ભર ભારત, એકાત્‍મ માનવ દર્શન, ડોક્‍ટર શ્‍યામાપ્રસાદ મુખરજી ના જીવન અને તેઓના પ્રદાન જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ , સિટિઝન્‍સ એમેન્‍ડમેન્‍ટ એક્‍ટ, યુનિફોર્મ સિવિલ કોડ સહિતના અનેક વિષયો ઉપર મહત્‍વપૂર્ણ શોધપત્રોનું પ્રદાન કરેલું છે.

 તેમણે તાલીમ સંગમના આયોજનમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુ. જી. સી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન બન્નેની સર્ચ કમીટીના સભ્‍ય રહેલા હોય તેવા એકમાત્ર કાયદા વિદ્યાશાખાના પ્રાધ્‍યાપક છે. આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. 

મો. નં. ૯૮૨૪૨ ૧૨૦૩૩, રાજકોટ 

(4:21 PM IST)