તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ડો.હિરેન વિસાણીનો કાલે જન્મદિન

રાજકોટ,આવતીકાલે તા.૦૫/૧૧/૨૦૨૫ - બુધવારે - પૂનમના રોજ શ્રી વસંત હોસ્પિટલ, મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મંદિર સામે, લોકસેવામાં તત્પર એવા બાળરોગ નિષ્ણાંત અને ભૂતપૂર્વ નાયબ આરોગ્ય અધિકારી (રાજકોટ મહાનગરપાલિકા) ડો.હિરેન વિસાણી (મો.૮૧૫૬૦૦૦૯૦૭) નો, ૪૦ મો જન્મદિન છે.
ડો.હિરેન વિસાણી દ્વારા હંમેશા ગૌ રક્ષા, બ્લડ ડોનેશન કેમ્પ, વિશ્વ હિંદુ પરિષદમાં આગેવાની, કુપોષણ નો નાશ કરવા માટે જુદા-જુદા વિસ્તારની આંગણવાડીમાં ‘‘કુપોષણ મુક્ત અભિયાન'' જેવા વિવિધ કાર્યક્રમો માટે કેમ્પ કરી બાળકોના ભાવી પરિવર્તન કરવામાં હમેંશા અગ્રેસર રહ્યા છે.
ડો.હિરેન વિસાણી દ્વારા માં-બાપ વિનાની દીકરીના લગ્ન, બેટી બચાવો અભિયાન, ગીર-ગંગા જેવા ટ્રસ્ટમાં જુદા-જુદા વિસ્તારમાં જળાશયો બનાવવા તથા વિશ્વ હિંદુ પરિષદની વિવિધ ધર્મ-સભામાં અગ્રેસર રહી, વિવિધ સેવાકાર્યના યજ્ઞમાં અગત્યનું યોગદાન અર્પણ કરે છે. (
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
