<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ડો.રાજેશ પટેલ અને ઉષાબેન પટેલના જન્‍મદિન નિમિતે જયપૂર ફૂટકેમ્‍પ

રાજકોટઃ સરગમક્‍લબ રાજકોટ,(કમાણી  ફાઉન્‍ડેશન સહયોગી) અને અમેરિકા સ્‍થિત ડો.રાજેશભાઈ પટેલ અને ડો.શ્રીમતિ ઉષાબેન પટેલ ના જન્‍મદિવસ નિમિતે તા-૧ થી ૩ નવેમ્‍બર  સુધી ત્રિ-દિવસીય જયપુર ફ્રી ફૂટ કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ છે.

દિવ્‍યાંગો માટે ત્રિ દિવસીય  નિઃશુલ્‍ક ફૂટ કેમ્‍પ નો લાભ લેવા ઇચ્‍છતા દર્દીઓએ તા.૧-૧૧ના શનિવારના રોજ સીધા સ્‍થળ પર પહોંચવું. આ કેમ્‍પમાં વિકલાંગ દર્દીઓએ તા.૧-૧૧ થી ૩-૧૧ એમ ૩ દિવસના કેમ્‍પ માં લાભ  લેનાર દર્દીએ સરકાર  માન્‍ય આધારકાર્ડ અને ડોક્‍ટરનું વિકલાંગનું સર્ટફિકેટની ઝેરોક્‍સ  સાથે લાવવી આવશ્‍યક છે.તેમ સરગમ ક્‍લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવેછે.

કેમ્‍પમાં લાભ  લેનાર નવા દર્દીઓને તા.૧-૧૧ શનિવાર સવારે  ૧૦ વાગ્‍યા પહેલા પહોંચવું કેમકે માત્ર એક દિવસ જ  નવા દર્દીઓને  તપાસવામાં  આવે છે.બાકીના ૨ દિવસ ફિટિંગ-રીપેરીંગ જુના દર્દીઓના પ્રશ્નોનું નિરાકરણ  કરવાનું હોય છે.

કેમ્‍પ- તા.૧-૧૧ શનિવાર , સમય - સવારે ૮ વાગ્‍યે, સ્‍થળ-સરગમ ભવન  જામ ટાવર રોડ, નવી કલેક્‍ટર કચેરીની બાજુમાં રાજકોટ. ફોન-(૦૨૮૧) ૨૪૫૭૧૬૮. જરૂરીયાતમંદ દર્દીઓને લાભ લેવા ડો.રાજેશભાઈ પટેલ અને ડો.ઉષાબેન પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.(૩૮.૩૨)

(10:33 AM IST)